લંકાની રણભૂમિ — લક્ષ્મણ મૂર્છિત પડ્યા હતા, ને ઔષધિ સૂરજ ઊગે એ પહેલાં જોઈતી હતી.વૈદ્ય સુષેણ બોલ્યા: હિમાલયના દ્રોણગિરિ પર સંજીવની બુટ્ટી છે — એ જ બચાવશે. હનુમાનજી એ જ ક્ષણે ઊડી ચાલ્યા.પર્વત પર બુટ્ટીઓ અગણિત, રાત અંધારી. ઓળખાઈ નહીં. વિચાર્યું — સમય નથી — ને આખો પર્વત જ ઉપાડી લીધો.સવાર પહેલાં બુટ્ટી મળી, લક્ષ્મણ બેઠા થયા. એટલે હનુમાનજી પર્વત લઈને દેખાય છે — પ્રેમને કંઈ અસંભવ નથી.
સ્રોત
વાલ્મીકિ રામાયણ, યુદ્ધ કાંડ; રામચરિતમાનસ, લંકા કાંડ