ઉત્તરનાં ચિત્રોમાં લક્ષ્મી સાથે હાથી છે. પણ બંગાળ-ઓડિશામાં એમનું વાહન સફેદ ઘુવડ છે. કેમ?એવી માન્યતા છે: લક્ષ્મી રાતે આવે છે — દિવાળી, શરદ પૂનમ રાતના તહેવાર છે. રાતે જાગે છે ઘુવડ.લોકકહેવતનો બીજો અર્થ: દિવસે ઘુવડને કંઈ દેખાતું નથી. બુદ્ધિ વિનાનું ધન પણ એવું જ આંધળું કરે છે.તો ઘુવડ આશીર્વાદ પણ છે, ચેતવણી પણ: જાગો, બુદ્ધિ રાખો — તો જ લક્ષ્મી ટકશે. આ જ 'લક્ષ્મી પેંચા' છે.
સ્રોત
લોકપરંપરા (બંગાળ-ઓડિશાની લક્ષ્મીપૂજા); કોઈ પુરાણમાં નથી