સૃષ્ટિની શરૂઆત — બ્રહ્માજી જેટલા જીવ રચે, એટલા જ રહી જાય. સંખ્યા વધતી જ નહોતી.બ્રહ્માજીએ શિવજીનું તપ કર્યું. શિવજી આવ્યા — અડધા પુરુષ, અડધા સ્ત્રી. સમજાયું: શક્તિ વિના સૃષ્ટિ વધતી નથી.બ્રહ્માજીની પ્રાર્થનાથી શિવજીએ પોતાના રૂપમાંથી દેવીને અલગ કર્યાં. એ જ શક્તિ આગળ દક્ષના ઘરે સતી બન્યાં.અર્ધનારીશ્વર એ જ કહે છે — શિવ-શક્તિ બે નહીં, એક છે. પુરુષ-સ્ત્રી મળીને જ સંસાર બન્યો, ને ચાલે છે.