MYTHRAAN · ચિત્રોમાં કથાઓ · શનિ

શનિદેવ હનુમાન-ભક્તોને કેમ નથી સતાવતા?

લંકાના બંદીખાનામાં એક દેવ બેઠા હતા — જેમની દૃષ્ટિથી આખું જગત ડરે છે. માન્યતાની આ કથા છે.

રાવણે નવગ્રહ બંદી કર્યા હતા. શનિને એવા રાખ્યા કે દૃષ્ટિ લંકા પર ન પડે. સીતાને શોધતા હનુમાનજીએ એમને જોયા.

હનુમાનજીએ બંધન તોડી શનિદેવને મુક્ત કર્યા. છૂટતાં જ શનિની દૃષ્ટિ લંકા પર પડી — રાવણના અંતની શરૂઆત.

કૃતજ્ઞ શનિદેવનું વચન: જે હનુમાનનું નામ લે, એને હું નહીં સતાવું. એટલે શનિવારે હનુમાન ચાલીસા વંચાય છે.

લોકપરંપરા, રામકથા સાથે જોડાયેલી (વાલ્મીકિ રામાયણ કે માનસમાં આ પ્રસંગ નથી)

આવી વધુ ચિત્રકથાઓ ઍપમાં

આખી ચિત્રકથા વાંચો ›
ડાઉનલોડ · Google Play