એક રાજા, જેનું રાજ્ય છીનવાયું; એક વેપારી, જેને પોતાનાંએ જ ઘરમાંથી કાઢ્યો — બંને વનમાં મળ્યા.રાજા સુરથ ને વૈશ્ય સમાધિ ઋષિ મેધા પાસે આવ્યા. એક જ દુઃખ: દગો દેનારાઓમાં જ મન કેમ અટક્યું છે?ઋષિ બોલ્યા: આ મહામાયાની માયા છે. પછી ત્રણ કથાઓ — મધુ-કૈટભ, મહિષાસુર, શુંભ-નિશુંભ. એ જ સપ્તશતી.બંનેએ નદીકિનારે માટીની દેવી બનાવી ત્રણ વર્ષ પૂજી. દેવી પ્રગટ થયાં — રાજાને રાજ્ય, વૈશ્યને જ્ઞાન.