MYTHRAAN · ચિત્રોમાં કથાઓ · કૃષ્ણ

શ્રીકૃષ્ણનો રંગ શ્યામ કેમ છે?

શ્યામ રંગ, પીળાં વસ્ત્ર, મોરપીંછ. પણ આ સવાલ દરેક બાળક પૂછે છે — કાનુડો કાળો કેમ?

વિષ્ણુ પુરાણ: ધરતીનો ભાર હરવા વિષ્ણુએ બે વાળ લીધા — શ્વેત, શ્યામ. શ્યામથી કૃષ્ણ, શ્વેતથી બલરામ.

ભાગવત એમને 'ઘનશ્યામ' કહે છે — વરસતા વાદળનો રંગ. સૂકી ધરતીને જીવન દેનારું વાદળ કાળું જ હોય છે.

લોકમાં બીજી કથાઓય છે — પૂતનાનું વિષ, કાળિયાનો ધરો. પણ ભાવ એક: જે સૌને આપે, કંઈ ન રાખે, એ જ ઘનશ્યામ.

વિષ્ણુ પુરાણ (પાંચમો અંશ), શ્રીમદ્ભાગવત; લોકપરંપરા

આવી વધુ ચિત્રકથાઓ ઍપમાં

આખી ચિત્રકથા વાંચો ›
ડાઉનલોડ · Google Play