MYTHRAAN · ચિત્રોમાં કથાઓ · રામ

ખિસકોલીની પીઠ પર ત્રણ લીટા કેવી રીતે આવ્યા?

સમુદ્ર પર પુલ બંધાતો હતો — વાનરો પર્વત ઉપાડી ઉપાડીને લાવતા હતા. ને એક નાનકડી ખિસકોલીય કંઈક કરતી હતી.

એવી માન્યતા છે: ખિસકોલી રેતીમાં આળોટતી, પછી પુલ પર ખંખેરતી. એક વાનરે હસીને હટાવી — તું શું કરી લેવાની?

રામે જોયું. ખિસકોલીને હથેળીમાં ઉપાડી: એની રેતી પથ્થરોની તિરાડો પૂરે છે. કામ નાનું, ભાવ મોટો.

રામે પ્રેમથી એની પીઠ પંપાળી — ત્રણ લીટા રહી ગયા. કહે છે, ત્યારથી ખિસકોલી રામની છાપ લઈને ફરે છે.

લોકપરંપરા (વાલ્મીકિ રામાયણમાં નથી; દક્ષિણની રામાયણ-પરંપરામાં મળે છે)

આવી વધુ ચિત્રકથાઓ ઍપમાં

આખી ચિત્રકથા વાંચો ›
ડાઉનલોડ · Google Play