કુરુક્ષેત્રમાં બંને સેના સામસામે ઊભી હતી. અર્જુને રથ વચ્ચે લઈ જવા કહ્યું — ને સામે જોયાં પોતાનાંને.દાદા ભીષ્મ, ગુરુ દ્રોણ, ભાઈ-ભાંડુ — એમને મારું? અર્જુનના હાથ ધ્રૂજ્યા, ગાંડીવ છૂટી ગયું. એ બેસી પડ્યા.કૃષ્ણ બોલ્યા: તારો અધિકાર કર્મ પર છે, ફળ પર નહીં. ને આત્મા ન જન્મે છે ન મરે — શરીર જાય છે, એ નહીં.અર્જુનનો મોહ મટ્યો. બોલ્યા: તમે કહો એમ જ કરીશ. એ ઊભા થયા, ધનુષ ઉપાડ્યું. એ જ ઉપદેશ ગીતા છે.