નદીમાં અંજલિ ભરતા રાજાની હથેળીમાં એક નાનકડી માછલી આવી — ને બોલી: મને અહીં ન છોડો.રાજા સત્યવ્રતે એને કમંડળમાં રાખી. રાતોરાત એ વધી ગઈ — તળાવ, સરોવર, પછી સાગર, દરેક જગ્યા નાની પડી.માછલી બોલી: સાત દિવસમાં પ્રલય. નાવ લાવો, દરેક બીજ ને ઋષિઓ સાથે લો. જળ ચડે તો નાવ મારા શિંગડે બાંધજો.પ્રલયની રાતે એ માછલી વિષ્ણુ હતા. નાવ, બીજ, જ્ઞાન બચ્યાં — એમાંથી નવી સૃષ્ટિ થઈ, સત્યવ્રત બન્યા મનુ.